Astro

વાંચો તમારું 30 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય

By GS TEAM
30 Aug 20251 min read
વાંચો તમારું 30 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય

મેષ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.

વૃષભ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો, અન્યનો સહકાર મળી રહેતાં રાહત રહે.

મિથુન : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

કર્ક : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. સંતાનના કામમાં આપને સાનુકૂળતા મળી રહે.

સિંહ : જમીન-મકાન-વાહનના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. મિત્રવર્ગની ચિંતા રહે. ઉચાટ-ઉદ્વેગમાં દિવસ પસાર થાય.

કન્યા : આપના કાર્યની સાથે અડોશ-પડોશના, સગા-સંબંધી વર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. ભાઈભાંડુનો સાથ રહે.

તુલા : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સામાજિક-વ્યવહારિક કામકાજ રહે.

વૃશ્ચિક : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. વિચારોની અસમંજસતા-દ્વિધા જણાય.

ધન : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે.

મકર : આપના કામમાં ધીમે ધીમે સરળતા થતી જાય. આપના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. સંતાનથી હર્ષ-લાભ રહે.

કુંભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-મિત્રવર્ગ-સગા-સંબંધીના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ખર્ચ જણાય.

મીન : જૂના મિત્ર કે સ્વજન-સ્નેહી સાથે આકસ્મિક મુલાકાત થવાથી આનંદ જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

- અગ્નિદત્ત પદમનાભ