Get The App

વાંચો તમારું 30 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 30 એપ્રિલ 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : દિવસના પ્રારંભમાં પ્રતિકૂળતા રહે. દિવસ પસાર થતો જાય તેમ રાહત થતી જાય. હરિફવર્ગ ઇર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી રહે.

વૃષભ : આપના કામમાં આકસ્મિક સરળતા મળી રહેતાં લાભ ફાયદો જણાય. બપોર પછી વાણીની સંયમતા રાખવી પડે.

મિથુન : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. દિવસ પસાર થાય તેમ રાહત થતી જાય.

કર્ક : અડોશ પડોશના કામકાજ અંગે વ્યસ્તતા રહે. યાત્રા-પ્રવાસનું આયોજન થાય. બપોર પછી ઉચાટ ઉદ્વેગ જણાય.

સિંહ : બેંકના વીમા કંપનીના શેરોના કામમાં સરળતા થતી જાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય.

કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવતાં રાહત જણાય. કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે દોડધામ ખર્ચ રહે.

તુલા : દિવસના પ્રારંભમાં આપને બેચેની વ્યગ્રતાનો અનુભવ થાય. જેમ દિવસ પસાર થાય તેમ આપને થોડી રાહત થતી જાય.

વૃશ્ચિક : આપના કાર્યમાં સરળતા થતી જાય. આપના કામની કદર પ્રશંસા થવાથી આનંદ અનુભવાય. સીઝનલ ધંધો થઇ શકે.

ધન : દિવસના પ્રારંભથી જ આપને સતત કોઇને કોઈ કામમાં દોડધામ શ્રમ રહ્યા કરે. બપોર પછી તેમાં ધીરે ધીરે ઘટાડો થતો જાય.

મકર : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે.

કુંભ : સુસ્તી બેચેની સાથે દિવસનો પ્રારંભ થાય. તબીયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. બપોર પછી આપના કામમાં વ્યસ્ત થતાં જાવ.

મીન : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. પરદેશના કામ થાય. ધર્મકાર્ય શુભકાર્ય થઇ શકે. બપોર પછી સાવધ રહેવું પડે.

- અગ્નિદત્ત પદમનાભ