Get The App

વાંચો તમારું 3 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 3 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના કામમાં સરળતા જણાય.

વૃષભ : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન મકાન વાહનના કામમાં સાવધાની રાખવી પડે. ઉચાટ ઉદ્વેગ રહ્યા કરે.

મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવો. પરદેશના કામકાજમાં સાનુકુળતા મળી રહે.

કર્ક : આપના કામની સાથે સામાજિક વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.

સિંહ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. અગત્યના કામ અંગે મિલન-મુલાકાત થાય.

કન્યા : આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે. બેંકના વીમા કંપનીના શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી.

તુલા : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ રહે.

વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગના સહકારથી કામનો ઉકેલ લાવી શકો.

ધન : દેશ-પરદેશના કામમાં, આયાત નિકાસના કામમાં સાનુકુળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર જણાય.

મકર : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી કામકાજ કરવું. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ ખર્ચ જણાય.

કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. મિલન-મુલાકાત થાય.

મીન : નોકરી ધંધાની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો જણાય.

- અગ્નિદત્ત પદમનાભ