mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વાંચો તમારું 29 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય

Updated: Nov 29th, 2023

વાંચો તમારું 29 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ-ઉત્સાહ રહે. આપના કામમાં નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.

વૃષભ : આપને કામમાં સરળતા રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. ધંધામાં આકસ્મિક-ઘરાકીથી આવક જણાય.

મિથુન : જેમ જેમ દિવસ પસાર થતો જાય આપને રાહત-શાંતિ થતાં જાય. આપના કામમાં વ્યસ્ત થતાં જાવ. કામ ઉકેલાય.

કર્ક : કામકાજમાં પ્રતિકૂળતા રહે. નાંણાકીય લેવડ-દેવડમાં આપે ધ્યાન રાખવું પડે. હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી રહે.

સિંહ : આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. પુત્ર-પૌત્રાદિકના સહકારથી આપના કામનો સરળતાથી ઉકેલ લાવી શકો.

કન્યા : આપના કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા રહે. જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે. મિત્રવર્ગનો સાથ રહે.

તુલા : દેશ-પરદેશના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. ધંધામાં ઘરાકી જણાય.

વૃશ્ચિક : તબિયતની અસ્વસ્થતાને લીધે આપને કામ કરવાની ઇચ્છા થાય નહીં. બેન્કના, વીમા કંપનીના, શેરોના કામમાં ધ્યાન રાખવું.

ધન : આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. રાજકીય-સરકારી કામકાજ અંગેની મુલાકાત થઈ શકે.

મકર : આપના કાર્યની સાથે સાસરી પક્ષ-મોસાળ પક્ષના કામમાં વ્યસ્ત રહેવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી કરવી પડે.

કુંભ : વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક-ઘરાકી આવી જવાથી આવક જણાય. લાભ-ફાયદો રહે.

મીન : જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat