વાંચો તમારું 29 મેં 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થાય.
વૃષભ : આપને બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક-વ્યવહારિક કામકાજમાં સરળતા મળી રહે.
મિથુન : આપના અગત્યના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. મિલન-મુલાકાત થાય.
કર્ક : આપે વાદ-વિવાદ, ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે. કોર્ટ-કચેરીના કામમાં આપને મુશ્કેલી અનુભવાય.
સિંહ : આપના કામમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. કામનો ઉકેલ આવતા રાહત રહે. સીઝનલ ધંધામાં આવક જણાય.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપને સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે.
તુલા : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર જણાય.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપને તબીયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. તબીયતનું ધ્યાન રાખીને કામકાજ કરવું. વાહન ધીરે ચલાવવું.
ધન : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. આનંદ રહે.
મકર : આપના કાર્યની સાથે સાસરી પક્ષ-મોસાળ પક્ષના કામમાં આપને વ્યસ્ત રહેવાનું બને. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
કુંભ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો જણાય.
મીન : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. જમીન-મકાન-વાહનના કામમાં આપે ધીરજ અને શાંતિ રાખવી.
- અગ્નિદત્ત પદમનાભ