Get The App

વાંચો તમારું 29 જૂન 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 29 જૂન 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

વૃષભ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં આપે સાવધાની રાખવી પડે. વાહન ધીરે ચલાવવું.

મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આપને આનંદ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

કર્ક : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક-વ્યવહારિક કામ માટે વ્યસ્તતા જણાય. ધંધામાં આવક જણાય.

સિંહ : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિધા-અસમંજસતા જણાય.

કન્યા : આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાણાભીડ જણાય. વાદ-વિવાદ- ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે. ઉચાટ રહે.

તુલા : આપના કામકાજમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં રાહત જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

વૃશ્ચિક : દિવસ પસાર થતો જાય તેમ કામમાં વ્યસ્ત થતાં જાવ. જમીન-મકાન-વાહન અંગેના કામ થઈ શકે.

ધન : જૂના મિત્ર કે સ્વજન-સ્નેહીની આકસ્મિક મુલાકાતથી આનંદ જણાય. અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહો.

મકર : આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.

કુંભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. અન્યનો સાથ મળી રહે. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થાય.

મીન : આપના કામમાં હરિફ વર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરો. સાસરીપક્ષ-મોસાળપક્ષની ચિંતા રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :