Get The App

વાંચો તમારું 29 જાન્યુઆરી 2026નું રાશિ ભવિષ્ય

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 29 જાન્યુઆરી 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામની સાથે કૌટુંબિક પારિવારીક કામમાં વ્યસ્ત રહેવું પડે. જો કે ધીરે ધીરે કામનો ઉકેલ આવતાં રાહત જણાય.

વૃષભ : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જાય. રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

મિથુન : આપે કોર્ટ કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. બેંકના વીમા કંપનીના શેરોના કામકાજમાં ઉતાવળ કરવી નહીં.

કર્ક : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે.

સિંહ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જો કે કામકાજની વ્યસ્તતા જણાય. ખર્ચ ખરીદી જણાય.

કન્યા : દેશ પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકુળતા મળી રહે. અગત્યના કામકાજ અંગેની મિલન મુલાકાત થાય.

તુલા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા ઉચાટ રહે.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.

ધન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.

મકર : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સાથ સહકાર મળી રહે.

કુંભ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકૂળતા રહે.

મીન : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગ મદદરૂપ થવાથી કોશીષ કરે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ