Astro

વાંચો તમારું 29 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય

By GS TEAM
29 Aug 20251 min read
વાંચો તમારું 29 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય

મેષ : સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. રાજકીય સરકારી કામ થાય.

વૃષભ : આપના કાર્યમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે. સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરી રાખવો નહીં.

મિથુન : આપની બુદ્ધિ અનુભવ આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા પરેશાની ઓછી થાય.

કર્ક : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન મકાન વાહનના કામમાં ઉતાવળ ન કરવી. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

સિંહ : આપના કામની કદર પ્રશંસા થવાથી આનંદ અનુભવો. સહકાર્યકરવર્ગ નોકર ચાકરવર્ગ આપને મદદરૂપ થાય.

કન્યા : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામમાં સાનુકુળતા મળી રહે. બેંકના વીમા કંપનીના કામ થાય.

તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય. મુલાકાત થઇ શકે.

વૃશ્ચિક : આપે રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે.

ધન : સીઝનલ ધંધામાં ઘરાકી આવી જતાં લાભ ફાયદો રહે. સંતાનનો સાથ સહકાર મળી રહેતાં આપને રાહત થતી જાય.

મકર : આપના કાર્યની સાથે મિત્રવર્ગ સગા સંબંધીવર્ગ ઘર પરિવારના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. દોડધામ રહે.

કુંભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકુળતા થતી જાય. અગત્યના કામકાજ અંગેની મિલન મુલાકાત થઇ શકે.

મીન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.

- અગ્નિદત્ત પદમનાભ