મેષ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકુળતા રહે.
મિથુન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામકાજમાં આપને સાનુકુળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.
કર્ક : આપે બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે, સામાજિક વ્યવહારિક કામકાજમાં ઉતાવળ કરવી નહીં.
સિંહ : આપના અગત્યના કામકાજનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
કન્યા : આપના કામમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.
તુલા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના કામમાં વ્યસ્ત રહો.
વૃશ્ચિક : આપના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં ધ્યાન આપી શકો નહીં. ખર્ચ જણાય.
ધન : આપના કામકાજમાં ઉપરીવર્ગ સહકાર્યકરવર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામકાજ થઇ શકે.
મકર : આપના કામકાજમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આનંદ રહે.
કુંભ : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિધા અસમંજસતા જણાય.
મીન : આપે રાજકીય સરકારી કામકાજમાં ખાતાકીય કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. સાસરીપક્ષે ચિંતા-ખર્ચ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


