Get The App

વાંચો તમારું 28 મેં 2026નું રાશિ ભવિષ્ય

Updated: May 28th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 28 મેં 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા થતી જાય. આનંદ રહે.

વૃષભ : આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકુળતા થતી જાય. કોર્ટ કચેરીના કામકાજ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય.

મિથુન : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

કર્ક : આપને કામમાં પ્રતિકૂળતા રહે. કામકાજમાં ઉતાવળ કરવી નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સાવધાની રાખવી પડે.

સિંહ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

કન્યા : કામકાજમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે.

તુલા : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય સરકારી કામ અંગે મુલાકાત થાય.

વૃશ્ચિક : કોર્ટ કચેરીના કામમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. આવેશ ઉશ્કેરાટમાં આવી જઇને કોઈ કામ કરવું નહીં.

ધન : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ જણાય.

મકર : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન મકાન વાહનના કામમાં સરળતા રહે.

કુંભ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઇ શકે.

મીન : આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં.

- અગ્નિદત્ત પદમનાભ