વાંચો તમારું 28 મેં 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં વ્યસ્ત રહેવાનું બને. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
વૃષભ : આપના ગત્રતરી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ રહે. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
મિથુન : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. ખર્ચ-ખરીદી જણાય.
કર્ક : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં આપને રાહત જણાય. આપના કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય.
સિંહ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગના મિત્ર વર્ગના કામમાં વ્યસ્ત રહો. જમીન-મકાનના કામ થાય.
કન્યા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
તુલા : આપને કામકાજમાં પ્રતિકૂળતા રહે. સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. બપોર પછી ધીરે ધીરે આપને રાહત થતી જાય.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી ઉચાટ-ઉદ્વેગ જણાય.
ધન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.
મકર : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછા થાય.
કુંભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું.
મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થાય. આડોશ-પાડોશના કામ અંગે દોડધામ રહે. બપોર પછી સંભાળવું પડે.
- અગ્નિદત્ત પદમનાભ