Get The App

વાંચો તમારું 28 જૂન 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 28 જૂન 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ ન કરવી.

વૃષભ : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગ મદદરૂપ થાય. બઢતી-બદલીના કાર્યમાં પ્રગતિ જણાય.

મિથુન : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં દોડધામ-વ્યસ્તતા રહે. પરંતુ કામનો ઉકેલ આવવાથી રાહત જણાય.

કર્ક : આપના ગણત્રી-ધારણા પ્રમાણે જ કામકાજ થવાથી આનંદ અનુભવો. રાજકીય સરકારી કામમાં સાનુકૂળતા મળી રહે.

સિંહ : કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. બેન્કના, વીમા કંપનીના, શેરોના કામમાં રૂકાવટ રહે. ઉચાટ-ઉદ્વેગ જણાય.

કન્યા : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય. હર્ષ-લાભ રહે.

તુલા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ-સગા-સંબંધી વર્ગના કામમાં વ્યસ્ત રહો. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.

વૃશ્ચિક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.

ધન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ઉતાવળ ન કરવી.

મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવતાં રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. પરદેશના કામ થાય.

કુંભ : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. કોર્ટ-કચેરીના કામ અંગે દોડધામ-ખર્ચ જણાય. ચિંતા-ઉચાટ રહે.

મીન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. સંતાનનો સહકાર મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :