મેષ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ જણાય.
વૃષભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થતું જાય. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.
મિથુન : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. રાજકીય-સરકારી કામકાજમાં ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં.
કર્ક : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થાય.
સિંહ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામમાં સરળતા રહે.
કન્યા : નોકરી-ધંધાનાં કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગનો સાથ-સહકાર મળી રહે.
તુલા : સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. સામાજિક-વ્યવહારિક કામમાં ઉતાવળ કરવી નહીં. વાહન ધીરે ચલાવવું.
વૃશ્ચિક : આપના કાર્યનો ઉકેલ આવતાં રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. પરદેશના કામ થાય.
ધન : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સીઝનલ ધંધામાં નાંણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.
મકર : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામકાજનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો જણાય.
કુંભ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં.
મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


