Get The App

વાંચો તમારું 28 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 28 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખ થી આપે સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

વૃષભ : આપના કાર્યમાં સરળતા રહે. સંતાનનો સાથ-સહકાર મળી રહેતાં દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ રહે.

મિથુન : દિવસ દરમ્યાન આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામ અંગે વ્યસ્તતા-દોડધામ જણાય.

કર્ક : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ અનુભવો. નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને.

સિંહ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં સંભાળવું પડે.

કર્ક : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામ અંગે, જાહેર ક્ષેત્રના કામ અંગે દોડધામ-શ્રમ જણાય. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.

તુલા : આપના કાર્યમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરે. સાસરીપક્ષ-મોસાળપક્ષના કામ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.

વૃશ્ચિક : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

ધન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. આરોગ્યની કાળજી રાખવી પડે.

મકર : આપના કાર્યની સાથે ભાઈભાંડુવર્ગ-સગા-સંબંધીવર્ગના કામમાં વ્યસ્ત રહો. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ રહે.

કુંભ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ રહે. કામનો ઉકેલ આવતાં આપને રાહત જણાય. સીઝનલ ધંધામાં આવક જણાય.

મીન : આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થઈ શકે.

- અગ્નિદત્ત પદમનાભ