Get The App

વાંચો તમારું 28 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 28 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના અગત્યના કામકાજનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. મહત્ત્વનો નિર્ણય લેવામાં સરળતા જણાય.

વૃષભ : આપના કાર્યની સાથે સાસરીપક્ષ મોસાળપક્ષના કામકાજ અંગે દોડધામ શ્રમ જણાય. આકસ્મિક ખર્ચ જણાય.

મિથુન : આપને ધીરે ધીરે રાહત થતી જાય. રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. આનંદ રહે.

કર્ક : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. કામકાજમાં રૂકાવટ રહે.

સિંહ : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે.

કન્યા : આપના કાર્યમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સામાજિક કામકાજ રહે.

તુલા : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિધા - અસમંજસતા જણાય.

વૃશ્ચિક : આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે. કોર્ટ કચેરીના કામમાં આપના ધાર્યા પ્રમાણેનું કામ થઇ શકે નહીં.

ધન : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

મકર : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન મકાન વાહનના કામ થઇ શકે.

કુંભ : જેમ દિવસ પસાર થતો જાય આપને સાનુકુળતા થતી જાય સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય. કામ ઉકેલાય.

મીન : આપે સીઝનલ વાયરલ બીમારીથી સંભાળળું પડે. બેંકના વીમા કંપનીના શેરોના કામમાં ઉતાવળ કરવી નહીં.

- અગ્નિદત્ત પદમનાભ