Get The App

વાંચો તમારું 27 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 27 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : દિવસ દરમ્યાન આપને શારીરિક-માનસિક અસ્વસ્થતા જણાય. મહત્વના નિર્ણય લેવામાં આપે સાવધાની રાખવી.

વૃષભ : રાજકીય-સરકારી કામકાજમાં-ખાતાકીય કામકાજમાં ધ્યાન રાખવું. વાહન ચલાવવામાં આપે સાવધાની રાખવી પડે.

મિથુન : સાંસારિક જીવનમાં વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી આપે સંભાળવું પડે. વિચારોની અસમંજસતા દ્વિધા જણાય.

કર્ક : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

સિંહ : વાણીની સંયમતા રાખીને આપે શાંતિથી પોતાનું કામકાજ કરી લેવું. પરદેશના કામકાજમાં આપને રૂકાવટ જણાય.

કન્યા : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.

તુલા : સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગની તકલીફના લીધે કામમાં મુશ્કેલી જણાય. આડોશ-પાડોશમાં વાદ-વિવાદથી સંભાળવું પડે.

વૃશ્ચિક : સામાજિક-વ્યાવહારિક કામકાજમા આપે ઉતાવળ કરવી નહીં. બેંકના, વીમા કંપનીના શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે.

ધન : માનસિક પરિતાપ-વ્યગ્રતા રહે તેમ છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. રાજકીય-સરકારી કામમાં ધ્યાન રાખવું.

મકર : નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડે. કોર્ટ-કચેરીના કામકાજમાં રૂકાવટ રહે.

કુંભ : સીઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. સંતાનના પ્રશ્ને આપને ચિંતા-પરેશાની જણાય. પરદેશના કામમાં સાવધાની રાખવી.

મીન : દિવસ દરમ્યાન આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ કામકાજમાં આપને પ્રતિકૂળતા રહે. વાહનથી સંભાળવું.

- અગ્નિદત્ત પદમનાભ