મેષ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય. તેમ-તેમ આપના કાર્યનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય.
વૃષભ : જૂના-સ્વજન-સ્નેહી, મિત્રવર્ગ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ જણાય. બપોર પછી દિવસ મધ્યમ રહેશે.
મિથુન : દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય. તબિયતની અસ્વસ્થતા અનુભવાય. જેમ દિવસ પસાર થતો જાય આપને રાહત થતી જાય.
કર્ક : રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. બપોર પછી આપે કામકાજમાં સાવધાની રાખવી પડે.
સિંહ : આપના કાર્યની સાથે સાસરીપક્ષ-મોસાળ પક્ષના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમ-ખર્ચ અનુભવાય.
કન્યા : મહત્વના નિર્ણય લઈ શકાય. પરદેશના કામકાજ અંગે મિલન મુલાકાત થઈ શકે. બપોર પછી કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
તુલા : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. ઘર-પરિવારની ચિંતા જણાય. બપોર પછી આપને રાહત થતી જાય.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. પરંતુ બપોર પછી કામકાજમાં ધ્યાન રાખવું.
ધન : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. દિવસ પસાર થતો જાય તેમ કામનો ઉકેલ આવતો જાય.
મકર : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. સંસ્થાકીય કામકાજ-જાહેર ક્ષેત્રનું કામકાજ રહે. આનંદ રહે.
કુંભ : બપોર સુધીનો સમય આપના માટે પ્રતિકૂળ રહે. વાદ-વિવાદ ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે. ત્યારબાદ શાંતિ થતી જાય.
મીન : આપના કામકાજનો ઉકેલ આવતા દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. પરંતુ બપોર પછી વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
- અગ્નિદત્ત પદમનાભ


