Get The App

વાંચો તમારું 27 મે 2025નું રાશિ ભવિષ્ય

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 27 મે 2025નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં ઘરાકી જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે.

વૃષભ : માનસિક પરિતાપ-વ્યગ્રતા રહ્યા કરે. વિચારોની દ્વિધા અસમંજસતાને લીધે કામકાજમાં મન લાગે નહીં.

મિથુન : આપને કામકાજમાં કોઇને કોઇ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરવો.

કર્ક : પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ જણાય. પરદેશના કામમાં રૂકાવટ રહે. વાણીની સંયમતા રાખવી પડે.

સિંહ : નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ આપના કામમાં વિલંબ જણાય. દોડધામ-શ્રમમાં વધારો થાય.

કન્યા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું હોય તો સાવધાની રાખવી પડે. નોકર-ચાકરવર્ગની તકલીફ રહે.

તુલા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.

વૃશ્ચિક : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ વ્યગ્રતા-બેચેની અનુભવાય. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાતમાં મુશ્કેલી જણાય.

ધન : આપના કાર્યમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કર્યા કરે. સીઝનલ ધંધામાં આપના ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે.

મકર : આપે મહત્વના નિર્ણયો લેવાનું મુલતવી રાખવું. આપની વાણી ઉપર કાબૂ રાખવો. મિલન-મુલાકાતમાં રૂકાવટ જણાય.

કુંભ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.

મીન : ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગ સાથે વાદ-વિવાદ-ગેરસમજથી સંભાળવું પડે. ભાઈભાંડુની ચિંતા જણાય.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :