વાંચો તમારું 27 જૂન 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપને કામકાજમાં પ્રતિકુળતા જણાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. ઉચાટ-ઉદ્વેગ રહે.
વૃષભ : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. અડોશ-પડોશનું કામ રહે.
મિથુન : સામાજિક-વ્યવહારિક કામકાજમાં આપને સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય.
કર્ક : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ વિચારોની દ્વિધા-અસમંજસતાને લીધે કામમાં વિલંબ અનુભવાય.
સિંહ : નાંણાકીય જવાબદારીવાળા કામમાં આપે સાવધાની રાખવી પડે. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. કામમાં રૂકાવટ જણાય.
કન્યા : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
તુલા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે દોડધામ રહે.
વૃશ્ચિક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનું બને. અગત્યના ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ રહે.
ધન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે કામ કરવાની ઈચ્છા થાય નહીં. અનિચ્છાએ કામ કરવું પડે.
મકર : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત થઈ શકે.
કુંભ : આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.
મીન : આપની મહેનત-બુધ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો જણાય.
- અગ્નિદત્ત પદમનાભ