Get The App

વાંચો તમારું 27 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 27 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

વૃષભ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સરળતા જણાય. કામનો ઉકેલ આવતો જાય.

મિથુન : આપની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. અગત્યના કામ અંગે મુલાકાત થઈ શકે.

કર્ક : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર કામ કરવું.

સિંહ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સંતાનનો સહકાર મળી રહેવાથી રાહત રહે.

કન્યા : આપના કામની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ રહે. કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા-શ્રમ જણાય.

તુલા : આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ વર્ગનો સહકાર મળી રહે. ધર્મકાર્ય થાય.

વૃશ્ચિક : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં ઉતાવળ કરવી નહીં.

ધન : સંસ્થાકીય કામકાજ, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહેતાં રાહત જણાય.

મકર : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સાસરીપક્ષ-મોસાળપક્ષના કામકાજ અંગે ખર્ચ રહે.

કુંભ : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

મીન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ધીરે ચલાવવું.

- અગ્નિદત્ત પદમનાભ