Astro

વાંચો તમારું 27 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય

By GS TEAM
27 Aug 20251 min read
વાંચો તમારું 27 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સીઝનલ ધંધામાં ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું.

વૃષભ : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

મિથુન : નોકરી ધંધે જાવ તો ઘર પરિવારની ચિંતા જણાય અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને રહ્યા કરે. ખર્ચ જણાય.

કર્ક : આપના કામમાં ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. મિલન મુલાકાત થાય.

સિંહ : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામકાજ જણાય. કુટુંબ પરિવારનો સાથ સહકાર મળતાં રાહત રહે.

કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ રહે.

તુલા : આપે આવેશ ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. નાણાંકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી પડે.

વૃશ્ચિક : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આપને આવક જણાય. ધર્મકાર્ય શુભકાર્ય થઇ શકે.

ધન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ રહે.

મકર : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. ધર્મકાર્ય શુભકાર્યથી હૃદય મન પ્રસન્નતા અનુભવે.

કુંભ : આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા ઉચાટ ખર્ચ જણાય.

મીન : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો. કામનો ઉકેલ આવવાથી આનંદ રહે.

- અગ્નિદત્ત પદમનાભ