Get The App

વાંચો તમારું 26 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 26 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય. જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં વ્યસ્ત થતાં જાવ.

વૃષભ : જેમ દિવસ પસાર થાય તેમ આપને કામમાં પ્રતિકૂળતા જણાય. સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે.

મિથુન : દિવસના પ્રારંભે દોડધામ રહે. દિવસ પસાર થાય તેમ આપને રાહત થતી જાય. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે.

કર્ક : આપના કાર્યની સાથે મોસાળપક્ષ-સાસરીપક્ષના કામમાં આપે વ્યસ્ત રહેવાનું અને આકસ્મિક ખર્ચ, ખરીદી જણાય.

સિંહ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત-શાંતિ થતાં જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-દોડધામ-ખર્ચ જણાય.

કન્યા : દિવસની શરૂઆત સારી રહે પરંતુ ધીરે-ધીરે આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ઘર-પરિવારની ચિંતા રહે.

તુલા : આપના કાર્યની સાથે અડોશ-પડોશ, ભાઈભાંડુવર્ગ, સગા-સંબંધી વર્ગના કામકાજ અંગે વ્યસ્તતા રહે. પરંતુ આનંદ રહે.

વૃશ્ચિક : આપનો દિવસ સારો પસાર થાય. કૌટુંબિક-પારિવારીક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આવક જણાય.

ધન : માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. કામમાં ઉતાવળ કરવી નહીં. વિચારોની અસમંજસતા-દ્વિધા રહે.

મકર : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને બેચેની-વ્યગ્રતા અનુભવાય. આકસ્મિક ખર્ચ ખરીદીને લીધે નાણાંકીય ભીડ રહે.

કુંભ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને સાનુકૂળતા થતી જાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

મીન : નોકરી-ધંધાની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનં બને. ઘર-પરિવાર-સગા-સંબંધી વર્ગ-મિત્રવર્ગનું કામકાજ રહે.

- અગ્નિદત્ત પદમનાભ