મેષ : આપના કામની સાથે બીજું કાંઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
વૃષભ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો રહે.
મિથુન : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. આપના ધાર્યા પ્રમાણેનું કામ ન થવાથી ઉચાટ રહે.
કર્ક : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. ધર્મકાર્ય થાય.
સિંહ : આપના કામમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ રહે.
કન્યા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય-સરકારી કામ અંગે મુલાકાત થાય.
તુલા : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. કોર્ટ-કચેરીના કામમાં વાદ-વિવાદ-ગેરસમજણ-મનદુ:ખથી સંભાળવું પડે.
વૃશ્ચિક : આપના કામની કદર-પ્રસંસા થવાથી આપને આનંદ રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે. એ અંગે ખર્ચ જણાય.
ધન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.
મકર : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મુલાકાત થઈ શકે.
કુંભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. કામ કરવાની ઇચ્છા થાય નહીં. ખર્ચ જણાય.
મીન : સંસ્થાકીય કામકાજ અંગે, જાહેરક્ષેત્રના કામકાજ અંગે આપને વ્યસ્તતા જણાય. અન્યનો સહકાર મળી રહેતાં રાહત રહે.
- અગ્નિદત્ત પદમનાભ


