વાંચો તમારું 26 જૂન 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્યની પ્રસન્નતા અનુભવો.
વૃષભ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં વ્યસ્ત રહેવાનું થાય. આનંદ રહે. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે.
મિથુન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. રાજકીય-સરકારી-ખાતાકીય કામકાજમાં સાનુકૂળતા મળી રહે.
કર્ક : આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ-ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું પડે. આવેશ-ઉશ્કેરાટ રહે.
સિંહ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવતાં જાય. સંતાનનો સાથ-સહકાર મળી રહે.
કન્યા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-મિત્રવર્ગ-સગા-સંબંધીવર્ગના કામમાં વ્યસ્ત રહો. દોડધામ-શ્રમ જણાય.
તુલા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.
વૃશ્ચિક : આપે તન-મન-ધનથી - વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય.
ધન : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. આપના કામમાં અન્યનો સાથ મળી રહે.
મકર : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી અનુભવાય.
કુંભ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.
મીન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા જણાય.
- અગ્નિદત્ત પદમનાભ