મેષ : જમીન-મકાન-વાહનના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. ઘર-પરિવારની ચિંતા જણાય. બપોર પછી રાહત થતી જાય.
વૃષભ : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી આપે યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી.
મિથુન : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં રૂકાવટ રહે. બપોર પછી અડોશ-પડોશના કામમાં વ્યસ્તતા જણાય.
કર્ક : સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહો. આપના કામમાં સરળતા મળી રહે. કામનો ઉકેલ આવતા રાહત થાય.
સિંહ : આપના ગણત્રી-ધારણા અવળા પડતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે.
કન્યા : પુત્ર-પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા જણાય. કામનો ઉકેલ આવે. પરંતુ બપોર પછી આપને ઉચાટ-ઉદ્વેગ રહે.
તુલા : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. બપોર પછી આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય.
વૃશ્ચિક : નોકરી-ધંધાના કામકાજ માટે બહાર કે બહારગામ જવાનું બને. મિલન-મુલાકાત થઈ શકે. બપોર પછી મધ્યમ.
ધન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચીની અનુભવાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં. બપોર પછી રાહત થતી જાય.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવતાં આનંદ રહે. બપોર પછી આપે આરોગ્યની કાળજી રાખીને કામકાજ કરવું.
કુંભ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં દોડધામ-શ્રમમાં વધારો થાય.
મીન : પુત્ર-પૌત્રાદિકના સહકારથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. બપોર પછી ખર્ચ-ખરીદી જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


