Get The App

વાંચો તમારું 26 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 26 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના યશ-પદ-ધનનો વધારો થાય તેવું કામકાજ થઈ શકે. સંયુક્ત ધંધામાં આપને ભાઈભાંડુ વર્ગનો સહકાર મળી રહે.

વૃષભ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ રહે. વ્યસ્તતા જણાય. પરંતુ કામનો ઉકેલ આવતાં રાહત રહે.

મિથુન : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા રહે.

કર્ક : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. નાણાંકીય લેવડ-દેવડમાં આપે ઉતાવળ કરવી નહીં.

સિંહ : આપના કાર્યનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. કામમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં ઘરાકી જણાય.

કન્યા : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામમાં પ્રગતિ જણાય. ખર્ચ રહે.

તુલા : આપના કામમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. દેશ પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.

વૃશ્ચિક : કામકાજમાં પ્રતિકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી. ચિંતા રહે.

ધન : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતાં રાહત જણાય. મહત્વના નિર્ણયોમાં ચર્ચા-વિમર્શ કરી લેવા.

મકર : આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.

કુંભ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.

મીન : ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં વિલંબ જણાય. આરોગ્યની કાળજી રાખીને કામકાજ કરવું. વાણીની સંયમતા રાખવી.

- અગ્નિદત્ત પદમનાભ