મેષ : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. કામનો ઉકેલ આવતાં આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય.
વૃષભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. કામનો ઉકેલ આવતા રાહત રહે.
મિથુન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
કર્ક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવતા આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. રાજકીય-સરકારી કામ થઈ શકે.
કન્યા : આપના કામમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. મોસળપક્ષ-સાસરીપક્ષના કામકાજ અંગે દોડધામ-ખર્ચ અનુભવાય.
તુલા : આપની બુધ્ધિ-અનુભવ- મહેનત-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.
વૃશ્રિક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા અનુભવો.
ધન : આપના કામમાં સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગની મુશ્કેલી ઓછી થાય. પરદેશના કામકાજ અંગે મુલાકાત થઈ શકે.
મકર : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. સીઝનલ ધંધામાં આવક જણાય.
કુંભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. અન્યનો સાથ-સહકાર મળી રહે.
મીન : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવાથી કામ બગડે.
- અગ્નિદત્ત પદમનાભ


