મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. ધીમે-ધીમે કામનો ઉકેલ આવતો જવાથી રાહત થતી જાય.
વૃષભ : આપના કામમાં ધીરે-ધીરે સાનુકૂળતા થતી જાય, દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સરળતા થતી જાય.
મિથુન : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. સામાજિક-વ્યવહારિક કામમાં મુશ્કેલી જણાય. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં.
કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. મુલાકાત થઈ શકે.
સિંહ : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. ખર્ચ જણાય.
કન્યા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના કામનો ઉકેલ આવતાં રાહત રહે.
તુલા : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. જમીન-મકાન-વાહનના કામમાં આપે સાવધાની રાખવી પડે. ખર્ચ જણાય.
વૃશ્ચિક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપને આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
ધન : આપના કામમાં સાનુકૂળતા જણાય. ધંધામાં આકસ્મિક ધરાકી આવી જાય. સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને.
મકર : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય-સરકારી કામકાજ થઈ શકે.
કુંભ : આપે રાજકીય-સહકારી કામમાં, ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય.
મીન : આપના કામકાજમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થઈ શકે.
- અગ્નિદત્ત પદમનાભ


