વાંચો તમારું 25 જૂન 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપના યશ પદ ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. સગા સંબંધીવર્ગના કામકાજ અંગે દોડધામ રહે.
વૃષભ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં નાણાંકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી સામાજિક વ્યવહારિક કામ રહે.
મિથુન : વિચારોની દ્વિધા અસમંજસતાને લીધે કામમાં વિલંબ જણાય. માનસિક પરિતાપ વ્યગ્રતા રહે. મહત્ત્વના નિર્ણય મુલતવી રાખવા.
કર્ક : આપના ગણત્રી ધારણાં અવળાં પડતાં કામમાં મુશ્કેલીનો અનુભવ થાય. નાણાંકીય લેવડ દેવડની બાબતમાં ધ્યાન રાખવું.
સિંહ : પરદેશના કામમાં પ્રગતિ જણાય. પુત્ર પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા ઉચાટ જણાય. વાણીની સંયમતા રાખીને કામ કરવું.
કન્યા : નોકરી ધંધાના આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. જમીન મકાન વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.
તુલા : યાત્રા-પ્રવાસ દરમ્યાન બહારનું ખાવા પીવામાં ધ્યાન રાખવું. અગત્યના કાગળો ફાઈલ પાકીટ ખોવાઈ કે ચોરાઈ ન જાય તે જોવું.
વૃશ્ચિક : સીઝનલ વાયરલ બીમારીમાં સપડાઈ જાવ. આરોગ્યની કાળજી રાખવી પડે. વાહન ચલાવવામાં ઉતાવળ ન કરવી.
ધન : અગત્યના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાતમાં રૂકાવટ મુશ્કેલી જણાય.
મકર : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના દોડધામ શ્રમમાં વધારો થાય.
કુંભ : મહત્ત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં. વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી જવું નહીં. પરદેશના કામમાં રૂકાવટ રહે.
મીન : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં મુશ્કેલી રહે. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું.
- અગ્નિદત્ત પદમનાભ