વાંચો તમારું 25 જુલાઈ 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. કામમાં ઉતાવળ કરવી નહીં.
વૃષભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. ધર્મકાર્ય શુભકાર્ય થઇ શકે. ખર્ચ જણાય.
મિથુન : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય.
કર્ક : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકીય સરકારી કામકાજ થાય.
સિંહ : કોર્ટ કચેરીના કામકાજમાં આપને રૂકાવટ જણાય. આવેશ ઉશ્કેરાટમાં આવ્યા વગર કામ કરવું. ખર્ચ જણાય.
કન્યા : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવે. સીઝનલ ધંધામાં લાભ ફાયદો જણાય.
તુલા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન મકાન વાહનના કામ થઇ શકે.
વૃશ્ચિક : દેશ પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ધર્મકાર્ય શુભકાર્ય થવાથી પ્રસન્નતા રહે.
ધન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા રહે.
મકર : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. પરદેશના કામ થાય.
કુંભ : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સીઝનલ ધંધામાં ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે.
મીન : આપની મહેનત બુધ્ધિ અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. ધર્મકાર્ય શુભકાર્ય થઇ શકે.
- અગ્નિદત્ત પદમનાભ