મેષ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા આપના કાર્યનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કાર્ય થઈ શકે.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં પ્રગતિ જણાય.
મિથુન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર-બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ વર્ગનો સાથ-સહકાર મળી રહે.
કર્ક : આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક- વ્યવહારિક કાર્યમાં ધ્યાન રાખવું પડે.
સિંહ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સાથ-સહકાર મળી રહે.
કન્યા : સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. માલનો ભરાવો કરવો નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
તુલા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને દોડધામ-શ્રમ જણાય.
વૃશ્ચિક : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. મિત્રવર્ગની ચિંતા અનુભવાય.
ધન : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાતથી આનંદ અનુભવો.
મકર : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધીમે ધીમે કામનો ઉકેલ આવતાં રાહત થાય.
કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવતા આનંદ અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. મિલન-મુલાકાત થાય.
મીન : આપના કાર્યમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી પોતાનું કામ કરી લેવું.
- અગ્નિદત્ત પદમનાભ


