વાંચો તમારું 26 ઓગસ્ટ 2025નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતા અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
વૃષભ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ- ફાયદો જણાય.
મિથુન : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય- મનને શાંતિ- રાહત જણાય નહીં. કામકાજમાં રૂકાવટ જણાય.
કર્ક : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને આનંદ રહે. અડોશ પડોશમાં કામમાં વ્યસ્ત રહો.
સિંહ : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય. કામનો ઉકેલ આવતો જાય.
કન્યા : આપના ગણત્રી- ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. જાહેર ક્ષેત્રનું સંસ્થાકીય કામ થઈ શકે.
તુલા : આપે રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. કોર્ટ- કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં.
વૃશ્ચિક : વાણીની સંયમતા રાખીને શાંતિથી પોતાનું કામકાજ કરવું. ધર્મકાર્ય- શુભકાર્ય થવાથી આનંદ જણાય. ખર્ચ રહે.
ધન : દિવસના પ્રારંભથી જ આપે સતત કાંઈ ને કાંઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. સામાજિક- વ્યવહારિક કામકાજ રહે.
મકર : દેશ- પરદેશના કામમાં, આયાત- નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. નોકર - ચાકર વર્ગનો સાથ - સહકાર મળી રહે.
કુંભ : આપે તન - મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. બેંકના વીમા કંપનીના કામમાં સાવધાની રાખવી.
મીન : રાજકીય - સરકારી કામકાજ અંગેની મિલન- મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે. અન્યનો સાથ- સહકાર મળી રહે.
- અગ્નિદત્ત પદમનાભ








