Get The App

વાંચો તમારું 24 સપ્ટેમ્બર 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 24 સપ્ટેમ્બર 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે સાવધાની રાખવી પડે. મિલન-મુલાકાતમાં ઉતાવળ ન કરવી. મહત્વના નિર્ણય મુલતવી રાખવા.

વૃષભ : આપના કાર્યમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. ખર્ચ જણાય.

મિથુન : આપે વાણીની સંયમતા રાખીને પોતાનું કામકાજ કરી લેવું. સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ- ખર્ચ અનુભવાય.

કર્ક : નોકરી-ધંધે જાવ તો ઘર- પરિવારની ચિંતા સતાવે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યા કરે.

સિંહ : ઉપરીવર્ગ- સહકાર્યકરવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે. નવું કોઈ કામ શરૂ કરવું નહીં. પરદેશના કામમાં મુશ્કેલી જણાય.

કન્યા : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. સામાજિક- વ્યવહારિક કામમાં ઉતાવળ ન કરવી.

તુલા : માનસિક પરિતાપ- વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં. રાજકીય સરકારી કામકાજમાં આપે સાવધ રહેવું પડે.

વૃશ્ચિક : કોર્ટ-કચેરીના કામમાં આપની મુશ્કેલીમાં વધારો જણાય. નાણાકીય લેવડ દેવડની બાબતમાં સાવધાની રાખવી પડે.

ધન : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. સીઝનલ ધંધામાં, ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. ખર્ચ રહે.

મકર : આપના કામકાજમાં  કોઈ ને કોઈ રૂકાવટ અનુભવો. જમીન- મકાન- વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.

કુંભ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવામાં આપે સાવધાની રાખવી. નોકર-ચાકરવર્ગની મુશ્કેલી રહે.

મીન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :