Get The App

વાંચો તમારું 24 જૂન 2025 નું રાશિ ભવિષ્ય .

Updated: Jun 24th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 24 જૂન 2025 નું રાશિ ભવિષ્ય                    . 1 - image


મેષ : આપના કામમાં સાનુકુળતા મળી રહે. કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય પંરતુ આનંદ રહે.

વૃષભ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. રાજકીય સરકારી કામમાં સાનુકુળતા મળી રહે.

મિથુન : રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાભીડ જણાય.

કર્ક : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. કામનો ઉકેલ આવતો જાય. દોડધામ શ્રમ ઓછા થાય.

સિંહ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. સામાજિક વ્યવહારિક કામકાજ રહે.

કન્યા : દેશ પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકુળતા મળી રહે. અનયના કામકાજ અંગેની મિલન મુલાકાત થઇ શકે.

તુલા : આપે તન-મનથી ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા ઉચાટ રહે.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

ધન : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. દોડધામ રહે.

મકર : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. પરંતુ મહત્ત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં.

કુંભ : આપ નોકરી ધંધે જાવ તો ઘર પરિવારની ચિંતા અનુભવાય અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને રહ્યા કરે.

મીન : આપના કામમાં સાનુકુળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે. મિલન-મુલાકાત થાય.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :