વાંચો તમારું 24 જુલાઈ 2025નું રાશિ ભવિષ્ય
મેષ : જેમ જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં પ્રતિકૂળતા થતી જાય. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો.
વૃષભ : દિવસ પસાર થતો જાય તેમ કામમાં સરળતા થતી જાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે.
મિથુન : આપના કામકાજમાં ધીરે ધીરે સાનુકુળતા થતી જાય. સામાજિક વ્યવહારિક કામકાજ અંગે દોડધામ ખર્ચ જણાય.
કર્ક : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિધા અસમંજસતા જણાય.
સિંહ : દિવસનો પ્રારંભ સારો રહે પરંતુ જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં મુશ્કેલી જણાય. ખર્ચ-ખરીદી જણાય.
કન્યા : દિવસના પ્રારંભે દોડધામ શ્રમ રહે. જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમાં ઘટાડો થતો જાય. રાહત થતી જાય.
તુલા : પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. બપોર પછી આકસ્મિક કોઈ કામ આવી જાય.
વૃશ્ચિક : દિવસના પ્રારંભે બેચેની વ્યગ્રતા જણાય. જેમ દિવસ પસાર થતો જાય આપને રાહત થતી જાય. કામમાં વ્યસ્ત રહો.
ધન : જેમ દિવસ પસાર થતો જાય તેમ કામકાજમાં સાવધાની રાખવી પડે. સામાજિક વ્યવહારિક કામમાં ઉતાવળ ન કરવી.
મકર : દિવસ પસાર થતો જાય તેમ આપના કામનો ઉકેલ આવતો જવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય ન લેવા.
કુંભ : દિવસારંભે કામકાજમાં સાનુકુળતા મિળી રહે. પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ ઉચાટ ઉદ્વેગ અનુભવાય.
મીન : બેચેની વ્યગ્રતા સાથે શરૂ થયેલો દિવસ જેમ પસાર થાય આપને શાંતિ થતી જાય. આપના કામમાં વ્યસ્ત થતાં જાય.
- અગ્નિદત્ત પદમનાભ