Get The App

વાંચો તમારું 24 જાન્યુઆરી 2026નું રાશિ ભવિષ્ય

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 24 જાન્યુઆરી 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ- મુશ્કેલી અનુભવાય. આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો.

વૃષભ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આપને લાભ- ફાયદો જણાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા થતી જાય.

મિથુન: જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાનુકૂળતા મળી રહે. મિત્રવર્ગનો સાથ સહકાર મળવાથી કામનો ઉકેલ આવતો જાય.

કર્ક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગ આપને મદદરૂપ થવાના પ્રયાસ કરે.

સિંહ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. સામાજિક-વ્યવહારિક કામમાં આપે ઉતાવળ કરવી નહીં. આરોગ્યની કાળજી રાખી કામ કરવું.

કન્યા : આપના કાર્ય વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. અન્યનો સહકાર મળી રહે. ધર્મકાર્ય- શુભકાર્યથી આનંદ રહે.

તુલા : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરના અંગેની મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ અનુભવો.

વૃશ્વિક : આપની બુધ્ધિ- અનુભવ- આવડત- મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. આપના કામની કદર-પ્રશંસાથી આનંદ રહે.

ધન : આપના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન- વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. સાસરીપક્ષની ચિંતા રહે.

મકર : યાત્રા- પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ જણાય. ધર્મકાર્ય શુભકાર્ય થવાથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે.

કુંભ : આપના કામમાં સરળતા જણાય. કામનો ઉકેલ આવવાથી રાહત રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય.

મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. હર્ષ-લાભ રહે.

- અગ્નિદત્ત પદમનાભ