મેષ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ અનુભવાય. કામનો ધીરે ધીરે ઉકેલ આવે.
વૃષભ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળતાં આનંદ થાય.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
કર્ક : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
સિંહ : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું. સાસરી પક્ષ - મોસાળ પક્ષનું કામકાજ જણાય.
કન્યા : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.
તુલા : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. વાહન ધીરે ચલાવવું.
વૃશ્ચિક : આપના કાર્યમાં ભાઈભાંડુ વર્ગનો સાથ-સહકાર મળી રહે. દેશ-પરદેશના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. આનંદ રહે.
ધન : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં કુટુંબ-પરિવારનો સાથ મળી રહે.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. પરદેશના કામ થાય.
કુંભ : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય.
મીન : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. પુખ્ત ઉંમરના સંતાન આપને કામકાજમાં મદદરૂપ થાય.
- અગ્નિદત્ત પદમનાભ


