મેષ : જૂના સ્વજન સ્નેહી મિત્રવર્ગની મુલાકાતથી આપને આનંદ રહે. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.
વૃષભ : તબીયતની અસ્વસ્થતાને લીધે બેચેની વ્યગ્રતા અનુભવો. કામ કરવાની ઇચ્છા થાય નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
મિથુન : આપના અગત્યના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપને દોડધામ શ્રમ રહે.
કર્ક : આપના કાર્યની સાથે અન્ય કામકાજ રહેવાથી દોડધામ શ્રમ જણાય. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ રહે.
સિંહ : મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. સંતાનના પ્રશ્ને ખર્ચ-ખરીદી-દોડધામ જણાય. હર્ષ-લાભ અનુભવાય.
કન્યા : આપને કામકાજમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. આપના કામમાં ઉતાવળ કરવી નહીં. માતૃપક્ષની ચિંતા અનુભવાય.
તુલા : આપના કામની સાથે અડોશ પડોશના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. મિત્રવર્ગ સાથે મિલન-મુલાકાત થઇ શકે.
વૃશ્ચિક : આપના કાર્યમાં કુટુંબ-પરિવારનો સાથ સહકાર મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જતાં આવક જણાય.
ધન : વિચારોની દ્વિધા અસમંજસતા અનુભવાય. તેમ છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. ખર્ચ જણાય.
મકર : આપના કામકાજમાં રૂકાવટ-મુશ્કેલી જણાય. આપના ધાર્યા પ્રમાણે કામ થઇ શકે નહીં. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.
કુંભ : આપનાં કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જવાથી આપને રાહત જણાય. આપના દોડધામ શ્રમમાં ઘટાડો જણાય.
મીન : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારીક કામકાજ અંગે વ્યસ્તતા જણાય. જમીન-મકાન-વાહનના કામ થઇ શકે.
- અગ્નિદત્ત પદમનાભ


