Get The App

વાંચો તમારું 23 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 23 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગના સહકારથી આપને રાહત જણાય.

વૃષભ : આપને દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. અગત્યના કામકાજ અંગેૈની મુલાકાત થાય.

મિથુન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યાવહારિક કામમાં ઉતાવળ કરવી નહીં.

કર્ક : આપને રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સરળતા મળી રહે. આપના કાર્યમાં અન્યનો સહકાર પ્રાપ્ત કરી શકો.

સિંહ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો જણાય.

કન્યા : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કાર્યનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સાનુકૂળતા જણાય.

તુલા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સાવધાની રાખવી પડે.

વૃશ્ચિક : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત થઈ શકે.

ધન : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. ધીરેધીરે કામ ઉકેલાતાં રાહત રહે.

મકર : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાના ઉત્સાહમાં વધારો થાય. રાજકીય-સરકારી કામકાજ થાય.

કુંભ : આપે કોર્ટ-કચેરીના કામમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે.

મીન : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં આપના કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. ધંધામાં લાભ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ