વાંચો તમારું 23 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જવાથી આપને રાહત થાય. વાણીની મીઠાશ રાખવી.
વૃષભ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન વાહનના કામમાં રૂકાવટ રહે. તબીયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે.
મિથુન : આપના કામમાં ઉપરી વર્ગ સહકાર્યકરવર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. ધર્મકાર્યથી આનંદ રહે.
કર્ક : આપના કામમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. ધર્મકાર્યમાં ખર્ચ જણાય.
સિંહ : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો માનસિક પરિતાપ વ્યગ્રતા અનુભવાય. વિચારોની દ્વિધા જણાય.
કન્યા : આપના કામમાં વિલંબ થવાથી ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે.
તુલા : આપના કાર્યમાં ધીરે ધીરે સરળતા થતાં આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને જમીન - મકાન વાહનના કામ થાય.
ધન : આપના સ્વાસ્થ્યમાં સુધારો થતો જાય. કામમાં સાનુકુળતા થતી જાય. ધર્મકાર્ય થવાથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે.
મકર : આપે આરોગ્યની કાળજી રાખીને કામકાજ કરવું. કામકાજમાં મુશ્કેલી રહ્યા કરે. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં.
કુંભ : આપના કામમાં અન્યનો સાથ સહકાર મળી રહે. ઇચ્છિત વ્યક્તિ સાથેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા જણાય.
મીન : આપના કાર્યની સાથે અન્ય સહકર્મીનું કામ આવી જતાં, બીજું કોઈ કામ આવી જતાં કાર્યભાર દોડધામ શ્રમમાં વધારો થાય.
- અગ્નિદત્ત પદમનાભ