મેષ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
વૃષભ : આપની બુધ્ધિ- અનુભવ- આવડત- મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનની ચિંતા-પરેશાની ઓછી થાય.
મિથુન: આપ નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યા કરે.
કર્ક : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ- નોકર- ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
સિંહ : આપના કાર્યની સાથે સામાજિક- વ્યવહારિક કામમાં આપને દોડધામ જણાય. ધંધામાં સાનુકૂળતા મળી રહે.
કન્યા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
તુલા : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાણાભીડ જણાય.
વૃશ્ચિક : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. ધર્મકાર્ય- શુભકાર્ય થઈ શકે.
ધન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામ થાય.
મકર : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગ આપને મદદરૂપ થાય.
કુંભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને. શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક ચિંતા-ઉચાટ રહે.
મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે.
- અગ્નિદત્ત પદમનાભ


