Get The App

વાંચો તમારું 22 જૂન 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Jun 22nd, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 22 જૂન 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ અનુભવાય.

વૃષભ : આપના કામમાં કોઈ ને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. આપના ધાર્યા પ્રમાણેનું કામકાજ થાય નહીં. ખર્ચ-ખરીદી જણાય.

મિથુન : પરદેશના કામમાં પ્રગતિ જણાય. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

કર્ક : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધી વર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. કામનો ઉકેલ લાવી શકો.

સિંહ : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગનો સાથ-સહકાર મળી રહે. કામમાં સાનુકૂળતા રહે.

કન્યા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.

તુલા : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

વૃશ્ચિક : આપના કાર્યમાં હરિફ વર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદીથી નાણાંભીડ રહે.

ધન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના કામમાં સરળતા રહે.

મકર : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતા-પિતાના આરોગ્યની ચિંતા રહે.

કુંભ : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહો. જૂના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ થાય.

મીન : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં વ્યસ્ત રહો. કામમાં સાનુકૂળતા મળી રહેતાં કામનો ઉકેલ આવતો જાય.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :