મેષ : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. સીઝનલ ધંધામાં આકસ્મિક-ઘરાકી આવી જાય. સંતાનની ચિંતા ઓછી થાય.
વૃષભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ, સગા-સંબંધી વર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમ જણાય.
મિથુન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
કર્ક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
સિંહ : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય. પરદેશના કામ થાય.
કન્યા : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. કોર્ટ-કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
તુલા : આપની મહેનત-બુદ્ધિ અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાન પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછા થાય.
વૃશ્ચિક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં રૂકાવટનો અનુભવ થાય.
ધન : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકરચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
મકર : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ધીરે-ધીરે ઉકેલ આવતાં રાહત જણાય.
કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવતાં રાહત જણાય. મહત્વના નિર્ણય-લેવાના હોય તો લઈ શકાય. આનંદ જણાય.
મીન : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં ઉતાવળ કરવી નહીં.
- અગ્નિદત્ત પદમનાભ


