મેષ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી આનંદ અનુભવો.
વૃષભ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. નાણાંકીય લેવડદેવડની બાબતમાં સાવધાની રાખવી પડે. આરોગ્યની કાળજી રાખવી.
મિથુન : સંતાનના સાથ સહકારથી આપના કામનો ઉકેલ લાવી શકો. રાહત જણાય, સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
કર્ક : સામાજિક- વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહેવાનું થાય. ઘર- પરિવાર મિત્રવર્ગ- સગા-સંબંધીના કામકાજ અંગે દોડધામ રહે.
સિંહ : જૂના સ્વજન- સ્નેહી કે મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. ભાઈભાંડુ વર્ગનો સાથ- સહકાર મળી રહે.
કન્યા : દિવસના પ્રારંભથી આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
તુલા : જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન- મુલાકાત થવાથી આનંદ અનુભવો.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે સાસરી પક્ષ- મોસાળ પક્ષના કામકાજ અંગે દોડધામ રહે. આકસ્મિક ખર્ચ- ખરીદી જણાય.
ધન : જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપના કામનો ઉકેલ આવતો જાય. રાહત થતી જાય. સંતાનથી હર્ષ-લાભ.
મકર : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન- મકાન- વાહનના કામમાં સાવધાની રાખવી પડે. શાંતિથી દિવસ પસાર કરી લેવો.
કુંભ : આપના કાર્યની સાથે અડોશ- પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતનું આયોજન થઇ શકે.
મીન : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારિક કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ જણાય. પરંતુ કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય.
- અગ્નિદત્ત પદમનાભ


