Astro

વાંચો તમારું 21 સપ્ટેમ્બર 2025 નું રાશિ ભવિષ્ય

By GS TEAM
21 Sep 20251 min read
વાંચો તમારું 21 સપ્ટેમ્બર 2025 નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. બપોર પછી દિવસ મધ્યમ રહે.

વૃષભ : દિવસના પ્રારંભથી આપને કામમાં પ્રતિકૂળતા રહે. ઘર-પરિવારની ચિંતા રહે. બપોર પછી આપને રાહત થતી જાય.

મિથુન : અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત થઈ શકે. બપોર પછી ઉચાટ-ઉદ્વેગ જણાય.

કર્ક : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં વ્યસ્ત રહેવું પડે. સીઝનલ ધંધામાં લાભ જણાય.

સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ રહે. બપોર પછી સામાજિક-વ્યવહારિક કામ રહે.

કન્યા : આપને કામકાજમાં રૂકાવટ-મુશ્કેલી જણાય. પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય.

તુલા : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. બપોર પછી વાદ-વિવાદથી સંભાળવું.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે ઘર-પરિવાર- સગા-સંબંધી વર્ગ-મિત્રવર્ગના કામ અંગે દોડધામ-શ્રમ જણાય. ખર્ચ જણાય.

ધન : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ અનુભવાય. બપોર પછી કામકાજ અંગે વ્યસ્તતા જણાય.

મકર : દિવસના પ્રારંભથી સુસ્તી-બેચેની રહે. કામ કરવાની ઈચ્છા થાય નહીં. અનિચ્છાએ કામમાં વ્યસ્ત રહેવું પડે. બપોર પછી સારું.

કુંભ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી રાહત ધીરે ચલાવવું.

મીન : આપના કાર્યની સાથે સાસરીપક્ષ - મોસાળપક્ષના કામ અંગે વ્યસ્ત રહેવાનું બને. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

- અગ્નિદત્ત પદમનાભ