Get The App

વાંચો તમારું 21 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 21 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થઈ શકે.

વૃષભ : સીઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. માલનો ભરાવો કરવો નહીં. તબિયતની કાળજી રાખવી પડે.

મિથુન : આપના કામમાં અંગતનો સહકાર મળી રહેતાં રાહત જણાય. રૂકાવટ-વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવતો જાય.

કર્ક : આપે ધીરજ અને શાંતિ રાખીને પોતાનું કામકાજ કરી લેવું. જમીન-મકાન-વાહનના કામમાં મુશ્કેલી જણાય.

સિંહ : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં, ભાઈભાંડુના કામમાં વ્યસ્ત રહેવાનું બને. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

કન્યા : આપના કામમાં સરળતા જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સામાજિક વ્યાવહારિક કામકાજ રહે.

તુલા : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા અનુભવાય.

વૃશ્ચિક : આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાણાંભીડ અનુભવાય. કામકાજમાં પ્રતિકૂળતા રહેવાથી ઉચાટ-ઉદ્વેગ રહે.

ધન : આપના કાર્યમાં સરળતા મળી રહેતાં દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. ધંધામાં ઘરાકીથી લાભ-ફાયદો રહે.

મકર : દિવસ દરમ્યાન સતત આપે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં પ્રગતિ જણાય.

કુંભ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સહકાર્યકરવર્ગ-નોકરચાકરવર્ગનો સહકાર મળી રહે.

મીન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં સાચવવું.

- અગ્નિદત્ત પદમનાભ