Get The App

વાંચો તમારું 21 મેં 2026નું રાશિ ભવિષ્ય

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 21 મેં 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામમાં પ્રતિકૂળતા રહે. નોકરી ધંધે જાવ તો ઘર પરિવારની અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા રહ્યા કરે.

વૃષભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ કરી શકો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.

મિથુન : આપના કામમાં સાનુકુળતા રહે. ધંધામાં આવક જણાય. સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે.

કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. છતાં ઉતાવળ ન કરી.

સિંહ : રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. નાણાંકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું પડે.

કન્યા : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

તુલા : આપના કાર્યની સાથે ઘર પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય.

વૃશ્ચિક : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. અગત્યના કામ અંગેની મુલાકાતમાં સાનુકુળતા રહે.

ધન : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. સીઝનલ વાયરલ બીમારીથી આપે સંભાળવું પડે. ખોટા ખર્ચા થાય.

મકર : આપના કામમાં સરળતા થતી જાય. જાહેર ક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને.

કુંભ : કોર્ટ કચેરીના કામકાજ અંગે દોડધામ શ્રમ જણાય. સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે.

મીન : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. ચિંતા પરિતાપ ઓછા થતાં જાય.

- અગ્નિદત્ત પદમનાભ