Get The App

વાંચો તમારું 21 જૂન 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 21 જૂન 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : માનસિક પરિતાપ-વ્યગ્રતા જણાય. વિચારોની દ્વિધા અસમંજસતાને લીધે મહત્ત્વના નિર્ણય લેવામાં મુશ્કેલી પડે.

વૃષભ : આપના ગણત્રી-ધારણા અવળાં પડતાં આપને મુશ્કેલી અનુભવાય. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાંણાભીડ રહે.

મિથુન : સિઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાનીમાં વધારો થાય.

કર્ક : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો પરંતુ ધાર્યા મુજબ કામ થઈ શકે નહીં. જમીન-મકાન-વાહનના કામમાં ધ્યાન રાખવું.

સિંહ : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત દરમિયાન આપે ઉતાવળ કરવી નહીં. નોકર-ચાકરવર્ગની મુશ્કેલીના લીધે કામમાં તકલીફ પડે.

કન્યા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. તબિયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. કામ કરવાની ઇચ્છા થાય નહીં.

તુલા : રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં મુશ્કેલી જણાય. કોઈના દોરવાયા દોરવાઈ જાવ તો પસ્તાવું પડે.

વૃશ્ચિક : મોસાળ પક્ષે-સાસરી પક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય. દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. ઉચાટ રહે.

ધન : વાણીની સંમયતા રાખીને આપનું કામ કરવું. સંતાનના કામમાં, પરદેશના કામમાં રૂકાવટ-વિલંબ જણાય.

મકર : ઘર-પરિવારની ચિંતાના લીધે નોકરી-ધંધામાં આપનું મન લાગે નહીં. મિત્રવર્ગની ચિંતા અનુભવાય.

કુંભ : અડોશ-પડોશમાં વાદ-વિવાદથી-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે. અગત્યના કામના મિલન-મુલાકાત મુલતવી રાખવા.

મીન : બેંકના, વીમા કંપનીના કામમાં આપે ધ્યાન રાખવું પડે. સામાજિક-વ્યવહારિક કામમાં રૂકાવટ-મુશ્કેલી જણાય.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :