Get The App

વાંચો તમારું 21 જૂલાઈ 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 21 જૂલાઈ 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

વૃષભ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે. ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય.

મિથુન : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.

કર્ક : આપને કામકાજમાં પ્રતિકુળતા રહે. આપના ગણત્રી-ધારણા અવળાં પડતાં કામમાં મુશ્કેલી-વિલંબ જણાય.

સિંહ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં રાહત રહે. પરંતુ સંતાનના પ્રશ્ને ઉચાટ-ઉદ્વેગ રહે.

કન્યા : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાનુકુળતા રહે.

તુલા : જેમ-જેમ દિવસ પસાર થતો જાય આપને શાંતિ-રાહત થતાં જાય. નોકર-ચાકરવર્ગના સહકારથી કામનો ઉકેલ લાવી શકો.

વૃશ્ચિક : સામાજિક-વ્યવહારિક કામમાં ઉતાવળ કરવી નહીં. બૈંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી.

ધન : આપના કાર્યની સાથે અન્ય કામકાજ જણાય. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ રહે.

મકર : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.

કુંભ : જેમ દિવસ પસાર થાય તેમ આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. વાણીની સંયમતા રાખવી.

મીન : આપના કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. જમીન-મકાન-વાહનના કામમાં સાવચેતી રાખવી પડે.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :