મેષ : કોર્ટ -કચેરીના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. આપના કામમાં રૂકાવટ મુશ્કેલી જણાય. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો.
વૃષભ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ ફાયદો જણાય. સંતાનના પ્રશ્ને આપને વ્યસ્તતા દોડધામ જણાય.
મિથુન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ શ્રમ રહે. કામનો ઉકેલ લાવી શકો.
કર્ક : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગની મિલન મુલાકાત થાય.
સિંહ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં પ્રતિકૂળતા જણાય.
કન્યા : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતા રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. પરદેશના કામ થાય.
તુલા : આપના કામમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી જણાય. મોસાળપક્ષ સાસરીપક્ષના કામકાજ અંગે દોડધામ શ્રમ જણાય.
વૃશ્ચિક : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતના આધારે કામકાજનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
ધન : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. આરોગ્યની કાળજી રાખવી પડે.
મકર : આપના કાર્યમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. યાત્રા પ્રવાસનું આયોજન થાય.
કુંભ : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામકાજમાં આપે વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવવાથી રાહત જણાય.
મીન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાત થઇ શકે. આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થવાથી રાહત રહે.
- અગ્નિદત્ત પદમનાભ


